ગરૂડેશ્વર: બ્રેકિંગ : દિલ્હીમાં બ્લાસ્ટ નર્મદા જિલ્લા પોલીસે SOU ખાતે આવતા પ્રવાસીઓ નું ચેકિંગ
દિલ્હી ખાતે બ્લાસ્ટ થતા કેટલાક નિર્દોષ લોકોના મૃત્યુ પણ થયા છે જેને લઇને નર્મદા જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે હાલ ત્યાં ભારત પર્વના ની ઉજવણી કેવડિયા ખાતે ચાલી રહી છે ત્યારે રોજ ને રોજ મુખ્યમંત્રી રાજ્યપાલ અને મંત્રીઓ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ભારત પર્વના કાર્યક્રમો નિહાળવા માટે આવી રહ્યા છે.