ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.માર્ગ સલામતી સપ્તાહ અભિયાનમાં ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એલ. લાકોડ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડીસીએમના મેનેજમેન્ટ અધિકારીઓ નિલેશ ભારતી, રાજેન્દ્ર પુવાર, સંદિપ વરીઆ વગેરે ધ્વારા દ્વિચક્રી વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા.