ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મહાન યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની ૧૬૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવપૂર્ણ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરણા આપનાર સ્વામી વિવેકાનંદજીના વિચારોને સ્મરણમાં રાખી યુવા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનદર્શન અને સંદેશાને યાદ કરવામાં આવ્યો હતો