રાજુલા: રાજુલા શહેરમાં 4 ડિસેમ્બરે પાંચ કલાક વીજ પુરવઠો બંધ – ધરતી ફીડર પર સમારકામ,નોંધ લેવા અનુરોધ
Rajula, Amreli | Dec 3, 2025 રાજુલા શહેરમાં 4 ડિસેમ્બરે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલ દ્વારા સવિતા નગર વિસ્તારમાંથી અલગ કરાયેલા નવા ધરતી ફીડર પર સમારકામના કામને કારણે આ નિર્ણય લેવાયો છે. ધરતી ફીડર હેઠળ આવતા રાજુલાના તમામ વિસ્તારો આ દરમિયાન પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા પછી કોઈ પૂર્વ સૂચના વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.