ધ્રોલ: ધ્રોલ કોંગ્રેસની રજૂઆત રંગ લાવી: લાંબા સમય બાદ
ધ્રોલમાં રોડનું કામ શરૂ
Dhrol, Jamnagar | Sep 23, 2025 ધ્રોલના ત્રિકોણ બાગથી જોડીયા માર્ગના સમારકામનું કામ લાંબા સમય બાદ શરૂ થયું: કોંગ્રેસ આગેવાનોની સતત રજૂઆતોને કારણે આ કાર્ય શક્ય બન્યું: ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પાથરી કામની શરૂઆત કરવામાં આવી: આ તકે કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખ પરમાર, વિરોધ પક્ષના નેતા અદનાન ઝન્નર, કોર્પોરેટર અનિલ પરમાર, ફારૂક વિરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.