પુણા: પર્વત પાટિયા વિસ્તારમાં જ્વેલર્સ વેપારીની દુકાનમાં ચોરીનો મામલો,cctv ફૂટેજ આવ્યા સામે
Puna, Surat | Nov 24, 2025 પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી હતી.વહેલી સવારે દુકાને આવેલા જ્વેલર્સ વેપારીએ દુકાનમાં રહેલા બાથરૂમનું બાકોરું જોઈ ચોકી ઉઠ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક દુકાન છોડીને આવેલ ગારમેન્ટની દુકાનમાંથી બાકોરું પાડવામાં આવ્યું હતું. જે બાદ ફૂટવેરની દુકાનમાં બાકોરૂ પાડી જ્વેલર્સ ની દુકાન માં આવેલ બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.