ઓલપાડ તાલુકાના કીમ ગામના મુખ્ય માર્ગો પર ચાલી રહેલી માર્ગ નિર્માણની કામગીરીને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. એકસાથે અનેક માર્ગો પર કામ શરૂ થતાં| અવર-જવર માટે માત્ર એક જ માર્ગ કાર્યરત રહે છે, જેના પરિણામે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.