મહુવા: ગૌવંશ હત્યાના આરોપી ને પકડવા બદલ ગૌરક્ષકો એ મહુવા પી.આઈ.અને પી.એસ.આઈ નું માન ભેર કર્યું સન્માન.
Mahuva, Surat | Nov 25, 2025 મહુવા તાલુકામાં હાલમાં જ ઓંડચ આમચક ગામની સીમમાં ગૌ માસ સાથે કસાઈઓને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં મહુવા પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગૌ રક્ષક ના સાજન ભરવાડ તેમજ એમની ટીમ દ્વારા મહુવા પોલીસનું માન ભેર સન્માન નો કાર્યક્રમ મહુવા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ રાખવામાં આવ્યો હતો મહુવા પોલિસ ની સરાહનીય કામગીરી થી ખુશ ગૌ રક્ષકો એ મહુવા પોલીસ ને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ મહુવા પી.આઈ.પારઘી તેમજ મહુવા પી.એસ. આઈ.રાજપૂત નું સન્માન કરાયું