મોરવા હડફ: મોરવા હડફ ખાતે બિહારમાં NDA ના પ્રચંડ વિજયને લઇને ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી
બિહાર વિધાનસભા ચૂંટણીમા NDA ની થયેલી ભવ્ય જીતને લઈને મોરવા હડફ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવ્યો હતો.જેમા ભાજપના વિવિધ હોદ્દેદારો કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા અને ઉત્સાહભર્યા નારા અને અભિનંદનની આપ લેથી થઈ હતી જેમાં વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી,ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેની માહિતી તા.14 નવેમ્બર શૂર્કવારના રોજ રાત્રે 10 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી