સુઈગામ: સુઈગામના ભટાસણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ સર્જાયું ભંગાણ સર્જાતા ખેતરો માં પાણી ફરી વળ્યા
સુઈગામ તાલુકાના ભટાસણા ગામ નજીક ભટાસણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાર સર્જાયું છે જ્યારે કેનાલ તૂટવાના કારણે શિયાળુ પાકના વાવેતર વાળા ખેતરમાં પાણી ફરીવળ્યાં છે. જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે છેલ્લા એક સપ્તાહથી સુઈગામ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ કેનાલમાં સમારકામ અને સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતા ભંગાણના બનાવો વધી રહ્યા છે.અગાઉ પણ માધપુરા મસાલી કેનાલમાં સફાઈના અભાવે તૂટી ગઈ હતી.