ગોધરા: વેજલપુર રોડ પર આવેલી હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાવીને જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે SOG પોલીસની કાર્યવાહી
ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલી લક્કી હોટેલમાં સીસીટીવી કેમેરા ન લગાવવાના કારણે SOG પોલીસે કાર્યવાહી કરી. રાજ્ય સરકારના જાહેરનામા મુજબ હોટેલ સહિત ભીડભાડવાળી જગ્યાઓ પર સીસીટીવી લગાવવું ફરજિયાત છે. 18 નવેમ્બરે SOG પોલીસે હોટેલમાં તપાસ કરી ત્યારે સંચાલક ઇબ્રાહિમ અબ્દુલ સલામ દાવલાએ કેમેરા ન લગાવ્યા હોવું બહાર આવ્યું. જેના કારણે જાહેરનામાનો ભંગ બદલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે તેની સામે ફરિયાદ નોંધાઈ.