પાલીતાણા ખાતે સત્ય સાધના મૌન ધ્યાન શિબિર ભવ્ય રીતે પ્રગતિશીલ.શત્રુંજય ગિરિરાજની પાવન છત્રછાયા હેઠળ દાદા આદિનાથની સાધના ભૂમિ પાલીતાણા મહાતીર્થમાં સદ્ગુરુદેવ શ્રીપૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્ર સૂરીજી મહારાજ સાહેબના મંગલ સાનિધ્યમાં દસ દિવસીય સત્ય સાધના મૌન ધ્યાન શિબિર ચાલી રહી છે. દેશભરના અંદાજે ૧૫૦ સાધક-સાધિકાઓ મૌન, અનુશાસન અને ધ્યાન દ્વારા આત્માનુશીલન તથા આંતરિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે.