કચ્છમાં વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થઈ છે. ત્યારે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કચ્છમાં ફરી ધરા ધ્રુજી ઊઠી છે. મળતી માહિતી મુજબ ભચાઉ નજીક આજે ગુરુવારે બપોરે 1 વાગીને 43 મિનિટના અરસામાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.4 ની માપવામાં આવી હતી.