દાહોદ: દાહોદ જિલ્લાના ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ
Dohad, Dahod | Nov 29, 2025 દાહોદ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા-સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે.આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલા 75 પ્રાથમિક તથા શહેરી આરોગ્ય કેન્દ્રોના વિસ્તારોમાં વિશાળ હેલ્થ કેમ્પો યોજાયા હતા. ગામે-ગામ પહોંચેલા આ આરોગ્ય કેમ્પોને પ્રજાજનોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. કુલ 4424 લાભાર્થીઓએ લાભલીધો