ઉધના: સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બિલ્ડિંગનો મુખ્ય દાદર તૂટી પડ્યો, ફાયર બ્રિગેડે 19 લોકોનો આબાદ બચાવ કર્યો
Udhna, Surat | Nov 20, 2025 સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટાઉનશીપમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની એક રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક ધસી પડ્યો હતો. દાદર તૂટી પડતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે કુલ 19 જેટલા રહેવાસીઓ બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીને કારણે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.