નવસારી: ભેંસતખાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, લોકોના સ્થળાંતર અંગે ઈચા. મામલતદારએ આપી માહિતી #jansamasya
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું જળસ્તર વધીને 23 ફૂટ પાર પહોંચ્યું છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભેંસત ખાડા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ગોટલી માતા અને ભક્તિ માતાની પ્રતિમાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. મંદિરમાં પાણી ભરાવાની શક્યતાને કારણે સ્થાનિક લોકોએ આ નિર્ણય લીધો હતો. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.