હળવદ: હળવદના કેદારીયા ગામે આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ જીવન ટૂંકાવ્યું, કારખાનાના કંમ્પાઉન્ડમાં કારમાં ઝેરી દવા ગટગટાવી...
Halvad, Morbi | Nov 18, 2025 હળવદ શહેરના સરા રોડ ઉપર રહેતા અને શોર્ટકસનો બિઝનેશ કરતા વેપારી યુવાને આર્થિક સંકળામણમા ગઈકાલે પોતાના ભાગીદારના નવા બની રહેલા બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં જઈ ક્રેટા કારમાં બેસી ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.