વડોદરા પશ્ચિમ: દિલ્લી બ્લાસ્ટ બાદ જિલ્લા પોલીસ એલર્ટ, વાહન ચેકીંગ કરાયુ
દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ વડોદરા જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ડભોઇ રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વાહનોનું મોડી રાત્રે સઘન ચેકીંગ હાથ ધરવા આવ્યું હતું. વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વી.વી.આઇ.પી મૂવમેન્ટ વધુ રહેતી હોય જેને ધ્યાને લઇને ચેકીંગ હાથ ધરાયું હતું. શહેરના છેવાડે જિલ્લા પોલીસની હદમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ જવાનો દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.