રાજકોટ પૂર્વ: કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે રાત્રીના મારામારીના બનાવ બાદ પોલીસની પીસીઆર પથ્થરમારો કર્યો
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે રાત્રીના મારામારીના બનાવ બાદ પોલીસની પીસીઆર દોડી આવી હતી. ત્યારે વિફરેલા ટોળાએ પોલીસના વાહનને ઘેરી લઈ પથ્થરમારો કરી તોડફોડ કરી બોલતા હતા કે, આજે તો પોલીસને જવા દેવાની નથી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ફરિયાદ પરથી પોલીસે 6 શખસો સામે નામજોગ અને 15 અજાણ્યા શખસોના ટોળા સહિત 21 વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સરકારી મિલકતને નુકસાન સહિતની કલમ હેઠળ ગ