ભુજમાં એલસીબીએ ઇન્સ્ટાગ્રામ પર 'રાજેશ પટેલ' નામે ફેક આઈડી બનાવી છેતરપિંડી કરનાર ફારુક હુસેન સમાની ધરપકડ કરી છે. આરોપી એકના ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપી નકલી નોટો પધરાવતો હતો. તેની પાસેથી ₹૫૦૦, ₹૨૦૦ અને અમેરિકન ડોલરના નકલી બંડલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.