સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે ચાલી રહેલા 24 કરોડ નર્વાણ મંત્ર ની આહુતિ મહાયજ્ઞમાં 6 કરોડ મંત્ર આહુતિ પૂર્ણ થઈ.મહાકાલી માતાના સાનિધ્યમાં તા.15 જાન્યુઆરી થી ચાલી રહેલા મહાયજ્ઞમાં તા.5 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે કુલ 6 કરોડ મંત્રોની આહુતિ પૂર્ણ થઈ છે