પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર જાંબુઘોડાના કણજીપાણી સહિત ત્રણ ચાર ગ્રામ પંચાયતમાં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટીને પોલીસે સર્વેલન્સ ટીમના આધારે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતેથી ઝડપાયો હતો. ઝડપાયેલ તલાટીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ સ્ટેશન ખાતે એક વકીલના મકાનમાં સંતાડ્યા હોવાનું જણાવતાં પોલીસે મકાનમાંથી દસ્તાવેજો પણ કબ્જે કર્યા હતા.