ધાંગધ્રા શહેરના જોગાસર વિસ્તારમાં સ્થિત યોગેશ્વર મહાદેવના પાવન ચરણોમાં આયોજિત શિવ મહાપુરાણ કથા ધાર્મિક આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહી છે ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી શિવભક્તિમાં લીન થવાનો લાભ લીધો હતો આ પ્રસંગે ધાંગધ્રાના લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે.જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.