૨૭ મીના રોજ રથયાત્રાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તૈયારીના ભાગ રૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ રથયાત્રાના રૂટ પરના તોતિંગ વૃક્ષની ડાળીઓની ડ્રીમિંગ હાથ ધરાયું હતું. જેથી કરીને રથયાત્રાના રૂટ પર કોઈ અડચણ ના આવે. સવારે ૧૦ કલાકથી આ કામગીરી શરૂ કરી સાંજે ૬ કલાક સુધી કાર્યરત હતી.