વાવ: ભારતમાળા રોડ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો,સવપુરા નજીક ટ્રક પલ્ટી મારતા એકનું મોત એકને ગંભીર ઇજા
ભારતમાળા રોડ ઉપર વાવના સવપુરા નજીક મોડી રાતે ટ્રક પલ્ટી મારી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ને એક ને ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી ગામલોકો દોડી આવી ૧૦૮ મારફતે સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો ને વાવ પોલીસને જાણ કરતા વાવ પોલીસ ધટના સ્થળે દોડી જઈ મૃતદેહને વાવ રેફરલ ખાતે ખસેડયો હતો ને તપાસ હાથ ધરી હતી.