ખેરાલુના મહેકુબપુરા,ફતેપુરા,બળાદ,નંદાલી મિયાસણા,દેદાસણ, ચાણસોલ,ડાવોલ અને સદિકપુર જેવા ગામોને નવીન પંચાયત ભવન બનાવવા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજુરી મળી ગઈ છે . 5 હજારથી ઓછી વસ્તી વાળા ગામને 25 લાખ અને 5 હજારથી વધું વસ્તી વાળા ગામોને 35 લાખની રકમ આપવામાં આવશે. મંજુરી મળી જતાં ધારાસભ્યે ગુજરાત સરકારનો આભાર પણ માન્યો છે.