ધરમપુર: પોલીસે શેરીમાળ ગાવીત ફળિયામાં હાઉસ રેડ કરી 41,760 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
મંગળવારના 2 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે શેરીમાળ ગામ ખાતે ગાવીત ફળિયામાં રહેતા ચેતન બાબરભાઈ ગાવીત પોતાના ઘરે વિદેશી દારૂનો વેચાણ કરી રહ્યા છે જેના આધારે ધરમપુર પોલીસે રેડ કરી 144 નંગ વિદેશી દારૂ જેની કિંમત 41,760 નો મુદ્દા માલ કબજે લઈ ચેતન બાબરભાઈ ગાવીતને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે