જામનગરના બારોટ યુવકે શરીરે 25 કિલો સાકળ પહેરી માતાના મઢ જવા પદયાત્રા શરૂ કરી.હાલ યુવક ધ્રોલથી આગળ જવા રવાના થયો. રાહુલ બારોટની માતા બીમાર રહેતા હોવાથી તેને માનતા રાખી હતી. બાદ માતાને સારું થઈ જતાં યુવક શરીરે સવા મણ સાકળ પહેરી કઠિન માનતા પૂરી કરવા માતાના મઢ જવા પદયાત્રા શરૂ કરી છે.