કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની ઉપર હુમલો બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Jan 17, 2026
ભાવનગરના અક્ષયપાર્ક વિસ્તારમાં રહેતા અજીતભાઈ લક્ષ્મણભાઈ રાહાણી અને તેમના પત્ની પર 8 થી 9 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો,તેઓ વડલા પોલીસ સ્ટેશને અરજી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે નિશાળ પાસે અગાઉથી ટાપીને બેઠેલા શખ્સોએ તેમને આંતર્યા હતા.હુમલાખોરો પાસે લોખંડની પાઇપ, લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો હતા. આ હુમલામાં અજીતભાઈ અને તેમના મુક્તાબેનને ગંભીર ઈજાઓ થયા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.