આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ મહારાજએ લીમડીમાં પધારતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.જગદગુરૂ શંકરાચાર્ય શ્રી લીમડી ખાતે સર્વધર્મ યાત્રા અંતર્ગત એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો હતો.આપ્રસંગે જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ મહારાજશ્રીએ લીમડીની એચીવર સ્કૂલમાં પધાર્યા.