વડોદરા : નેશનલ હાઈવે નંબર 48 પર ધનુયાવી પાસે એક ટ્રકને અકસ્માત નડ્યો હતો.લોખંડી કોયલ ભરીને હજીરાથી નીકળી ટ્રક ચાલક અને ક્લિનર તેના ગંતવ્ય સ્થાને આ જઈ રહ્યા હતા.દરમિયાન હાઈવે પર ધનુયાવી બળીયાદેવ મંદિર પાસે અચાનક એક કારને બચાવવા જતા બ્રેક મારી દીધી હતી.જેના કારણે ટ્રક પલટી ખાઈ ગયો હતો.જોકે સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.બીજી તરફ ટ્રક પલટી ખાઈ જતા લોખંડી કોયલ રોડ પર વિખેરાઈ ગઈ હતી.જ્યારે ટ્રકને નુકસાન થયું હતું.