સાઠંબા ગામના સહકારી જીન વિસ્તારમાંથી પસાર થતા પટેલના મુવાડા, ઈન્દ્રાણ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. ભારે વાહન વ્યવહાર હોવા છતાં રસ્તા પર ઊંડા ખાડાઓ અને ચોમાસાના કારણે ભરાતા પાણીથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર અકસ્માતોની ઘટનાઓ ઘટતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ ધ્રુવકુમાર પંચાલ દ્વારા ગુજરાત રાજ્ય માર