ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી આંગણવાડીના આશા વર્કર બહેનો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. બહેનો દ્વારા ખાસ માંગ કરવામાં આવી હતી કે વેતન વધારા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆતો ને ધ્યાને રાખી તેઓની તમામ માંગને સ્વીકારવામાં આવે જે અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.