પોશીના: તાલુકાના બે યુવકોનો ઈડર ડેપોમાં સ્ટંટ કરતા પોલીસે ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું
આજે સાંજે 4 વાગે સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના બે યુવાનો કે જે ઈડર બસ ડેપોમાં જાહેરમાં સ્ટંટ કરી ત્રાસ ફેલાવતા બસ સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા લેખિતમાં પોલીસને જાણ કરાવી હતી. ત્યારે પોલીસે બસ ડેપોના સીસીટીવી ફૂટેજ અને વિડિયો ચકાસ્યા બાદ તપાસ હાથ ધરતા વીડિયોમાં દેખાતા બંને યુવકોની પોશીના તાલુકામાંથી ધરપકડ કરી ઈડર બસ ડેપોમાં લઈ જઈ જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.