આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ ઝાલોદ એસ.ટી. બસ ડેપો દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતી મહત્વની બસ સેવાઓ અચાનક બંધ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન શરૂ કરાયેલી અને સારી આવક આપતી બસ સેવાઓ બંધ થતાં મુસાફરોમાં રોષ અને અસંતોષ જોવા મળી.