ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતો 23 વર્ષીય રાજ મહિડા ગુમ થયો હોવાની જાણવાજોગ નોંધ એ ડિવિઝન પોલીસમથકે નોંધાઈ છે. તેમના ભાઈ સુનિલ કનુભાઈ મહિડાએ નોંધાવેલી માહિતી મુજબ, રાજ મહિડા ગત 7 ડિસેમ્બરના રોજ સવારના સમયે વડોદરા દિવાળીપૂરા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ પરત ફર્યો નથી. પોલીસે મામલે જાણવાજોગ નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.