કેશોદ તાલુકાના એક ગામમાં સગીરા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આરોપીએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરતા ચકચાર મચી છે. ડરી ગયેલી સગીરાએ સમગ્ર મામલે તેના પિતાને જાણ| કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત હરકત કરનારા શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.