ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના જશોનાથ ચોકથી લઈને ગંગાજળિયા તળાવ સુધીના વિસ્તારોમાં રોડ રસ્તાને અડચણરૂપ દબાણો મનપા દબાણ હટાવ ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી દબાણો દૂર કરી મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા.