વાંકાનેર: વાંકાનેરના મેસરીયા ગામે ઓવરલોડેડ ડમ્પર, ખનીજ ચોરી અને ખખડધજ રસ્તાઓથી ગ્રામજનો ત્રાહિમામ, રસ્તો બંધ કરાયો
વાંકાનેરના મેસરીયા ગામના નાગરિકોએ ખખડધજ બનેલા રોડ રસ્તા, બેફામ ખનીજચોરી અને ઓવરલોડેડ ડમ્પર ચાલકોના ત્રાસથી કંટાળી રસ્તો બંધ કરી વાહનો અટકાવી દઈ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો કે લાંબા સમયથી બહારથી આવતાં ઓવરલોડેડ ડમ્પર મુક્તપણે જતાં રહે છે અને ખખડધજ રસ્તાઓને કારણે તેઓની રોજિંદી જિંદગી પર ભારે અસર પડી રહી છે...