ભાવનગર શહેરના એસટી વર્કશોપમાં પોલીસ દ્વારા બાતમીના આધારે ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જુદી જુદી પેટીઓમાંથી મળી આવેલા વિદેશી દારૂના જથ્થા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ અંગે એસટી ડેપો મેનેજર અને ડીવાયએસપીએ ઘટના અંગે પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.