ગારિયાધાર: ગારિયાધાર : આશ્રમ રોડના બિસ્માર હાલત સામે વેપારીઓની નગરપાલિકા ખાતે રજુઆત
તારીખ 25 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ગારિયાધાર શહેરના આશ્રમ રોડને લાંબા સમયથી બિસ્માર હાલતનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર મોટા મોટા ખાડાઓ, અસમારક બનાવી દેવાયેલ પેચવર્ક અને ધૂળની ભારે સ્તર હોવાના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. વેપારીઓએ જણાવ્યું કે માર્ગ પર ઊંડા ખાડા હોવાને કારણે વાહન ચાલકોને રોજ અકસ્માત જેવા ખતરા ઊભા થાય છે, તેમજ ધૂળના ઘેરા વાદળો દુકાનોથી લઈને ઘરો સુધી પ્રવેશી રોજિંદા જીવનને પ્રભાવિ