ખેરાલુ: ચાણસોલ બસ સ્ટેશન પાસે બાવાના વેશમાં આવેલો ઈસમ 2,50,000/- ના દાગીના લઈ ફરાર
ફરિયાદી સેવન્તીલાલ વ્યાસ ગત 2 નવેમ્બરના રોજ સવારે 10 ક્લાકે ચાણસોલ બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે ગ્રે કલરની આઈ ૧૦ ગાડીમાં બાવાના વેશે આવેલા ઈસમે રામાપીરના મંદિરનો રસ્તો પુછી વાતોમાં લઈ ફરિયાદીએ પહેરેલ સોનાનો દોરો અને વીંટી વિધિ કરી આપવાના બહાને ૨.૫ લાખના દાગિના લઈ ગાડી ભગાવી મુકી હતી. બુમાબુમ કરતા પણ ગાડી ઉભી રાખેલ ન હતી અને ગાડીને કોઇ નંબર પ્લેટ પણ ન હતી. ફરિયાદી પાસે સોનાના દોરા તથા વીંટીના બિલ ન હોવાથી 5 દિવસ બાદ ફરિયાદ આપી છે.