ગોધરા તાલુકાના સાંપા ગામમાં આવેલ એન.જી. બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા પર ગોધરા ગ્રામ્ય મામલતદાર દ્વારા સીઝર કાર્યવાહી કરવામાં આવી છે. સ્થળ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે બિનખેતી (NA)ની કાયમી કે હંગામી પરવાનગી વિના ઈંટોનો ભઠ્ઠો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો તથા સરકારના નિયમો અને પરિપત્રોનું ઉલ્લંઘન થતું હતું. આ ભઠ્ઠો પૂર્વ ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશ હરુમલાનીની માલિકીનો હોવાનું જાણવા મળ્યું છે. મામલતદારે ભઠ્ઠા પરની મશીનો અને મુદ્દામાલ કબ્