પોલીસને LCBના હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહ દ્વારા મળેલી બાતમીના આધારે, કણભા ગામની સીમમાં ચોરીના વાયર સંતાડ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે વોચ ગોઠવી અંધારામાં વાડમાંથી વાયર કાઢતા ત્રણ શખ્સોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લોખંડનું મોટું કટર, હેક્સો બ્લેડ અને અંદાજે 60 મીટર ચોરીનો વાયર મળી આવ્યો હતો