ગોધરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગોધરા નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. શહેરના સાયન્સ કૉલેજ નજીક આવેલી વિવિધ સોસાયટીઓના વિસ્તારોમાં, જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા હતા, ત્યાં નગરપાલિકા દ્વારા હવે CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.હવે જે પણ વ્યક્તિ સોસાયટીની બહાર જાહેરમાં કચરો નાખતા ઝડપાશે, તેના વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાનો ઉદ્દેશ્ય માત્ર દંડ કરવાનો નથી, પરંતુ લોકોન