દાહોદ: લીમડી ગ્રામ પંચાયતના વેરા ઉઘરાણી કૌભાંડમાં નવી ચકચાર.જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ
Dohad, Dahod | Nov 27, 2025 લીમડી ગામમાં દિવાળીના પર્વ દરમિયાન લીમડી ગ્રામ પંચાયતના તલાટી તથા ડેપ્યુટી સરપંચ દ્વારા વેરા વસૂલવાની પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતા અને રૂ. 2500 ની ખોટી રસીદો બનાવી ઉઘરાણી કરવામાં આવી હોવાની ફરિયાદ પર હવે સત્તાવાર તપાસની શરૂઆત થઇ છે.અરજદાર શ્રી હિતેશકુમાર હિરાલાલ પ્રજાપતિ દ્વારા જણાવાયું છે કે દિવાળી દરમિયાન તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા વેરા ઉઘરાણી માટે ખોટી પાવતી આપીને વધારાનો રકમ વસૂલવામાં આવી હતી.