ઝારોલા હાઇસ્કુલ માં શિક્ષણની સાથે સાથે યોગ્ય જીવન ઘડતર તથા કૌશલ્ય વિકાસ માટે દર શનિવારે કોઈક નવી થીમ પર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમાં શિક્ષકો પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. તાજેતરમાં 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત ગાવાનું આયોજન થયું હતું વિદ્યાર્થીઓએ ખુબ હોશે હોશે ભાગ લઈને દેશભક્તિ ગીતો ગાયા હતા અને મા ભોમ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો.