જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે પ્રભાસપાટણ અધ્યાપન મંદિર ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી દ્વારા મહિલા સુરક્ષા દિવસ વિશે માર્ગદર્શન અપાયું હતું.