ગોધરા તાલુકાના ઓડિદ્રા ગામે બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. 13 જાન્યુઆરીની સાંજે કુણ નદીના બ્રિજ પર પૂરઝડપે આવેલા મોપેડચાલકે શૈલેષ પરમારની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં 23 વર્ષીય શૈલેષ પરમાર રોડ પર પટકાતા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. મોપેડચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને શૈલેષના ભાઈ અલ્પેશ પરમારે કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.