રાજકોટ પૂર્વ: રાજકોટ: મગફળીની મબલખ આવક છતાં સિંગતેલના ભાવ આસમાને: 15 દિવસમાં 200નો વધારો
સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં અણધાર્યો અને તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. લગ્નસરાની સિઝન અને ગુજરાતી પરિવારોમાં બારમાસી સિંગતેલ ભરવાની પરંપરાગત સિઝન વચ્ચે જ સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવમાં ₹૨૧૦નો વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે.